સાવરકુંડલા તાલુકામાં ૨૪ કલાક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા સદ્ભાવના ગ્રુપ દ્વારા જે.વી. મોદી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ ૨૦૨૫ દરમિયાન ગણેશજીને રંગબેરંગી ફુગ્ગાનો શણગાર કરવામાં આવ્યો હતો, સાથો સાથ તાલુકાના વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓ ખીલી ઉઠે તે હેતુથી જુદીજુદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અંતર્ગત ગણેશનું ચિત્ર અને માટીના ગણેશ બનાવવવાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ધોરણ ૧થી ધોરણ ૧૦ નાં ૨૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.







































