સાવરકુંડલામાં રહેતા એક શ્રમિકના ઘરમાંથી સોનાની બે બુટીની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના મજૂરીએ ગયા બાદ બની હતી. જેને લઈ મહેશભાઈ જીવરાજભાઈ ગોહીલ (ઉ.વ.૩૦)એ અલ્તાફભાઈ ઉર્ફે ટકો ઉસ્માનભાઈ ઝાખરા (ઉ.વ.૨૭) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વાડીએ મજૂરીકામ માટે ગયા હતા અને સાંજના સમયે પરત આવ્યા ત્યારે ઘરમાંથી સોનાની બે બુટ્ટી ગાયબ હતી. મજૂર પરિવારમાં ચોરીની ઘટના બનતા પરિવાર હેરાન થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.જે. લકુમ વધુ તપાસ કરી રહ્યા છે.








































