સાવરકુંડલામાં રહેતી એક મહિલાની વાડીએ એક યુવકે જઈ જમીન ખાલી કરવા ધમકી આપી હતી તેમજ છરીના ઘા મારીને ઉઝરડા કર્યા હતા. બનાવ અંગે દયાબેન મગનભાઈ ગોહિલ (ઉ.વ.૫૨)એ ગૌરાંગભાઈ મહેતા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની વાડીએ આવી જમીન ખાલી કરવા માટે કહી તેમને તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ તેના બન્ને હાથમાં છરીના ઘા મારતાં જમણા હાથમાં પાંચ ટાંકા આવ્યા હતા. તેમજ હાથમાં ઉઝરડા જેવી ઇજા કરી તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.