સાવરકુંડલા શહેરમાં ચાલી રહેલ રાજ્ય ધોરીમાર્ગની કામગીરી અને નાવલી નદી પરની ગટર કામગીરીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મહેશભાઈ કસાવાળાએ સંબંધિત તંત્રને કડક સૂચનાઓ આપી છે કે, મુખ્ય બજાર વિસ્તારમાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને સાઈન બોર્ડ અને બેરીકેટ મૂકવા. તાજેતરના કમોસમી વરસાદને કારણે થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આગામી ચોમાસામાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જી.યુ.ડી.સી. માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાને જરૂરી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે, જેથી લોકોના જાનમાલનું રક્ષણ થઈ શકે અને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ અંતમાં ધારાસભ્યએ જણાવ્યું હતું.