માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા તથા જરૂરિયાતમંદ દર્દીઓ સુધી વિજ્ઞાન આધારિત માર્ગદર્શન પહોંચાડવાના ઉદ્દેશ સાથે, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે તા. ૩૦ મે ૨૦૨૫ થી ૧૩ જૂન ૨૦૨૫ દરમિયાન નિઃશુલ્ક મનોરોગ નિદાન – સાયકોલોજીકલ કેમ્પ યોજવામાં આવશે.આ કેમ્પમાં ખાસ વિશેષજ્ઞ તરીકે ડો. શ્રીમતી રશ્મિબા જાડેજા ચૌહાણ ખાસ અમેરિકાથી પધારી સેવાભાવથી નિઃશુલ્ક પરામર્શ આપશે.