સાવરકુંડલા તાલુકાને સુંદર અને રળિયામણો તેમજ સુવિધાઓયુકત બનાવવાના અભિગમને સાર્થક કરવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ૨ કરોડ ૬૭ લાખ ખર્ચે થયેલ કામોનુ લોકાર્પણ કર્યું ધારાસભ્ય જેમા સાવરકુંડલા તાલુકામાં ૩૦-૩૦ લાખના ખર્ચ બનેલ થોરડી, લીખાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૭ લાખ ખર્ચ બનેલ ગ્રામ પંચાયત, ૨ કરોડના ખર્ચ બનેલ ખોડીયાણા ગામે ધાતરવડી બ્રિજનુ લોકાર્પણ કર્યુ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નીતિનભાઈ નગદીયા, ચેતનભાઇ માલાણી, લાલજીભાઈ મોર, શરદભાઈ ગોદાણી, દીપકભાઈ માલાણી, જીતુભાઈ કાછડીયા, હિતેશ ખાત્રાણી, પ્રફુલભાઈ વેકરિયા, લલીતભાઈ બાલધા, મનુભાઈ ડાવરા, મહેશભાઈ ભાલાળા, શૈલેષ બારૈયા, સરપંચ હિતેશભાઈ ખાત્રાણી, બાબભાઈ માલાણી, લીખાળા સરપંચ મનસુખભાઈ સાવલિયા. ગૌતમભાઈ ખુમાણ, નિલેશભાઈ કચ્છી , દુર્લભભાઈ કોઠીયા, અતુલભાઇ રાદડિયા, સંજયભાઈ બરવાળીયા સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.