સાવરકુંડલામાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની મુખ્ય સમસ્યા હતી. જમીનમાં ૮૦૦ ફૂટ નીચે પાણી છે તે પીવાલાયક ન હતું. આ કારણે વર્ષોથી રેગ્યુલર પાણી હોય કે ન હોય તેની સમસ્યા ખૂબ મોટા પાયે હતી આનું નિરાકરણ લાવવા માટે અને સાવરકુંડલાને એક જ ટાઈમે શુદ્ધ પાણી અને ફિલ્ટર પાણી મળી રહે, તમામ વોર્ડમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક અને પાણીના ટાંકામાં પાણી સ્ટોરેજ થઈ શકે અને શુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત સાવરકુંડલામાં શેલ દેદુમલ ડેમમાં નર્મદાના નીર આવશે અને તેમાંથી પાણી સાવરકુંડલા સુધી લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રજૂઆતો કરી અને આજરોજ રૂ.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં ખાદી કાર્યાલય (માર્કેટિંગ યાર્ડ) વિસ્તારઃ ૮,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉન્ડ સમ્પ અને ૫,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ૨૦ મીટર ઉંચી પાણીની ટાંકી, કુંડલા સ્મશાન તથા હાથસણી રોડ, ૧૦,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉન્ડ સમ્પ અને ૫,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ૨૦ મીટર ઉંચી પાણીની ટાંકી, હાથસણી શેલ દેદુમલ ડેમમાં નવા કૂવાનું નિર્માણ, શેલ દેદુમલ ડેમમાં કૂવાથી ડબલ્યુ ટીપી સાવરકુંડલા હાથસણી રોડ સુધી ૬૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઇન, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પીવીસી પાઇપલાઇન વર્ક કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાવરકુંડલાના નાગરિકોને સતત અને પૂરતો પાણી પુરવઠો મળશે. આ સાથે જ પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ચેરમેન અમર ડેરી અશ્વિનભાઇ સાવલીયા, ભાવનાબેન ગોંડલીયા ચેરમેન- ભાગ્યલક્ષ્મી મહિલા કો.ઓ૫.સોસા.લી., જીવનભાઇ વેકરીયા પ્રમુખ તાલુકા ભાજ૫, મેહુલભાઇ ત્રિવેદી પ્રમુખ નગરપાલિકા, અશોકભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન, પ્રવીણભાઇ સાવજ, વિજયસિંહ વાઘેલા તેમજ રાજેશભાઈ નાગ્રેચા મહામંત્રી શહેર ભાજપ, જયંતીભાઇ પાનસુરીયા ચેરમેન અમરેલી જિલ્લા સહકારી ખ.વે.સંઘ, દિપકભાઇ માલાણી ચેરમેન એ.પી.એમ.સી, પ્રતીકભાઈ નાકરાણી, હરીભાઈ ભરવાડ સહિતના નગરપાલિકાના સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.