સાવરકુંડલામાં રહેતા એક યુવકે સમાધાન કરવાની ના પાડતાં તેને ગાળો બોલી, લાકડીથી ફટકારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે આરીફશા ગુલાબશા રફાઈ (ઉ.વ.૩૨)એ અસ્લમશા હાજીશા રફાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીના સાળા અશરફભાઇ રજાકભાઇ શેખ વિરૂદ્ધ અગાઉ બળાત્કારની ફરિયાદ કરી હતી. જે બાબતે આરોપીએ તેમને સમાધાન કરી નાંખવાનુ કહ્યું હતું પરંતુ સમાધાન કરવાની ના પાડતા આરોપીએ તેમને ગાળો આપી, લાકડી વડે માર મારી શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.