સાવરકુંડલાના હાથસણી ગામના રમેશભાઈ ગોહિલ અમરેલીથી સાવરકુંડલા આવી રહ્યા હતા ત્યારે સાવરકુંડલા મેઈન ગેટ પાસે વીવો કંપનીનો અંદાજિત રૂ.૨૦૦૦૦ની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ કોનો છે તેની તપાસ કરતા મોબાઈલ ધર્મેશભાઈ લુહારનો હોય યોગ્ય ખાતરી કરી પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું.