સાવરકુંડલામાં વાહન અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. મહુવા રોડ પર રાજધાની હોટલ સામે આયસર ચાલકે ટુ વ્હીલ પર જતાં બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં એકનું મોત થયું હતું. બનાવ અંગે સાવરકુંડલામાં રહેતા લાભુભાઈ ઝીણાભાઈ વાઘેલા (ઉ.વ.૪૫)એ અજાણ્યા આયસર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો દીકરો તથા તેનો ભત્રીજા મોટર સાયકલ લઈને તળાજા ગામે જવા માટે નીકળ્યા હતા. તેમનો દીકરો મરણજનાર અજયભાઈ મોટર સાયકલ ચલાવતો હતો. મહુવા રોડ પર રાજધાની હોટલ પાસે પહોંચતા સામેથી આવેલા અજાણ્યા આયસર ટ્રકના ચાલકે ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ થતા મરણ પામ્યો હતો.