સાવરકુંડલા શહેરમાં કચરો નાખવા મુદ્દે થયેલી બોલાચાલી મુદ્દે મનદુઃખ રાખી મહિલાને ગાળો આપી મોં પર પથ્થરના ઘા મારવામાં આવ્યા હતા. જેને લઈ મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભુવા રોડ પર ભુંદરાપરામાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪)એ મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ઉનાવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કચરો નાંખવા મુદ્દે તેમને આરોપી સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી તેઓ ઘરે આવીને ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમના પત્નીના મોં પર પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.