સાવરકુંડલામાં એક પ્રૌઢા મંદિરેથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે ઉભા રખાવી ધક્કો મારીને કાનમાં પહેરેલી સોનાની કડીની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા હતા. જેને લઈ મહિલાને છ ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે ચંપાબેન બાબુભાઈ ચોટલીયા (ઉ.વ.૬૫)એ અરવિંદભાઈ સોમાભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ રામજી મંદિરેથી દર્શન કરી પોતાના ઘરે જતા હતા ત્યારે સાવરકુંડલા કાનાણીનગર માધવ પાનના ગલ્લા પાસે પહોંચતા કોઇ અજાણ્યો વ્યÂક્ત પાછળથી આવી પોતાનું મોટર સાયકલ આગળ ઉભું રાખી ઉતરીને તેમને ધક્કો મારી જમીન ઉપર પછાડી દીધા હતા. જે બાદ બન્ને કાનમાં પહેરેલી સોનાની કડીઓ અજાણી વ્યક્તિએ હાથ વડે આંચકો મારી રૂ. ૩૦,૦૦૦ની સોનાની કડીઓની લૂંટ કરી નાસી ગયા હતા. જેના કારણે તેમના જમણા કાનમાં છ ટાંકા આવ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન.ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.