સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ તાલુકામાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં છે. જેમાં આજે ભેકરા ગામે ભેકરા નાની વડાળથી ભોકરવા સુધીના રોડના રી-સર્ફેસિંગ કામનું ભૂમિપૂજન સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ મહત્વપૂર્ણ વિકાસ યોજના રૂ. ૧૮૪ લાખના ખર્ચે અમલમાં મૂકવામાં આવી છે. આ તકે ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, “આ રોડના રી-સર્ફેસિંગથી ગ્રામજનોને અવરજવરમાં ખૂબ જ સુવિધા મળશે અને ગ્રામ્ય વિકાસના નવા દ્વાર ખુલશે. તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાએ વિકાસ કાર્ય માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ રજની એમ. ડોબરીયા, મહામંત્રી પ્રકાશ એચ. પાનસુરીયા અને મુકેશ બી. આદ્રોજા સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, મંડળના હોદ્દેદારો અને અનેક ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.