સાવરકુંડલાની પવિત્ર ધરા પર અક્ષય તૃતીયાના પાવન પર્વે ભગવાન પરશુરામ પ્રાગટ્ય ઉત્સવની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ સેના દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રામાં સમગ્ર તાલુકામાંથી ઉમટેલા ભૂદેવોના ‘જય પરશુરામ’ ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બ્રહ્મ પરિવારોએ શિસ્તબદ્ધ રીતે રાજમાર્ગો પર ભ્રમણ કર્યું, જ્યાં નગરજનોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મહાઆરતી અને બ્રહ્મભોજનના આયોજન દ્વારા જ્ઞાતિ સંગઠનની પ્રબળ શક્તિના દર્શન થયા હતા. અમિતભાઈ પંડ્‌યાના નેતૃત્વમાં યુવાનોની જહેમતથી આ ઉત્સવ સાંસ્કૃતિક જતનનું પ્રતીક બની રહ્યો હતો.