અમરેલી જિલ્લામાં પરિણીતાઓ પર ઘરેલું હિંસાના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાને તેના પતિએ ગાળો બોલી, ઢીકાપાટુ મારી રૂબરુ તથા ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેને લઈ ફફડી ઉઠેલી પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ લીલીયાના સલડી ગામે રહેતી કાજલબેન પરમાર (ઉ.વ.૨૭)એ સાવરકુંડલામાં રહેતા પતિ આનંદભાઈ ઉર્ફે આકાશ નનુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, પતિ તેની સાથે અવાર નવાર ઘરકામ બાબતે મેણા ટોણા મારીને માથાકૂટ કરતો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારતો હતો. ઉપરાંત રૂબરૂ તથા ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સી.બી.ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.