સાવરકુંડલાની દીકરી તેલી પંક્તિ કે જે, ગયા વર્ષ સાવરકુંડલામાં બધી જ ઇવેન્ટ્સમાં નવરાત્રિમાં ક્વીન બની હતી. તે, તા. ૦૩ના રોજ અમરેલીમાં ગુજરાતના ગરબા કીંગ એવા વનભા ઝાલાના વર્કશોપમાં જોડાયેલ ત્યારે વનભા ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા પંક્તિને વર્કશોપમાં સર્વશ્રેષ્ઠ રમવા માટે સ્ટેજ પર બોલાવી દાંડિયાની ભેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વનભા ઝાલાએ પોતાની સાથે રમવા સામેથી બોલાવી કું.પંક્તિના ઉત્સાહમાં વધારો કર્યો હતો.









































