સાવરકુંડલામાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટ અને જી.યુ.ડી.સી. હસ્તકના કામો અન્વયે પ્રગતિ હેઠળના કામો અંગેની એક સમીક્ષા બેઠક આજે નગરપાલિકા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકારણી, ચીફ ઓફિસર ધર્મેશભાઇ ગોહેલ, મ્યુનિસિપલ એન્જીનીયર અને પ્રોજેકટ સબંધિત એજન્સીના એન્જીનીયર, કોન્ટ્રાકટર, કન્સલ્ટન્ટ, એજન્સીના પ્રતિનિધીઓ અને ટી.પી.આઈ. ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં શહેરની મહત્વકાંક્ષી રિવરફ્રન્ટ યોજના, ભૂગર્ભ ગટરની કામગીરી, ભેંસાણ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેકટ, પાણી પુરવઠા યોજના, નલ સે જલ યોજના તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા રસ્તાની કામગીરી, વિવિધ બ્યુટીફીકેશનની કામગીરી અને અન્ય યોજનાઓની ચર્ચા થઈ હતી.