સાવરકુંડલામાં ગટરની સફાઈ કામગીરી વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા માટે નગરપાલિકા દ્વારા નવું જેટિંગ મશીન ખરીદવામાં આવ્યું છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિતના રાજકીય અગ્રણીઓ દ્વારા આ નવા જેટિંગ મશીનને આજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં શહેરની સફાઇ કામગીરીને વધુ વેગ મળશે. સાવરકુંડલા શહેર એક લાખથી વધુ આબાદી ધરાવતું શહેર છે. સફાઈ, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, પાણી વગરે જેવી પ્રાથમિક જરૂરિયાતોને અસરકારક રીતે પ્રદાન કરવા માટે નગરપાલિકા પાસે પૂરતાં સંસાધનો અને કર્મચારીગણ હોવા જરૂરી છે.