સાવરકુંડલા ખાતે ધર્મનાથજી દાદા અને શાંતિનાથ દાદાના જીનાલયની ૧૭૧મી સાલગીરાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો જાડાયા હતા. જેઠ સુદ-પના રોજ સંઘ તરફથી ૧૮ અભિષેક રાખવામાં આવ્યા હતા.
ધર્મનાથ દાદાના જીનાલયની ધજા તેમજ શાંતિનાથ દાદાની જીનાલયની ધજાનો લાભ નવીનચંદ્ર છોટાલાલ શેઠ પરિવારે લીધો હતો. ભારે હર્ષોલ્લાસ સાથે ધજા ચડાવવામાં આવી હતી.