સાવરકુંડલા તાલુકા કક્ષાના સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કે.કે. હાઈસ્કૂલના યજમાનપદે તારીખ ૯ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાની ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ચેસ, કોથળા દોડ, રસ્સાખેંચ, વોલીબોલ અને ખો-ખો જેવી વિવિધ રમતોનું આયોજન થયું હતું.









































