સાવરકુંડલા વકીલ મંડળ દ્વારા ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ન્યાય મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શેટ્ટી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સંવિધાન દિવસની ઉજવણીમાં ફેમિલી જજ પંડિત સાહેબ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પઠાણ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ. જજ પંડિત સાહેબે સૌને ભારતીય સંવિધાનના આમુખના શપથ લેવડાવ્યા હતા. બારના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ બગડાએ સંવિધાન પ્રત્યે નાગરિકોની નિષ્ઠા અને ફરજો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.







































