સાવરકુંડલામાં પોલીસને માહિતી આપી ટ્રેક્ટર પકડાવ્યાની શંકા રાખી યુવક પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપવામાં આવતા યુવકને લોહીયાળ ઇજા પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલામાં કેવડાપરા તાડીયા પાસે રહેતા જીણાભાઇ રમેશભાઈએ જયદીપ લુણી તથા અશ્વિન લુણી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, જયદીપનું રેતીનું ટ્રેક્ટર પોલીસે પકડેલ હોય અને તેની સામે કેસ થયો હોય, જે ટ્રેક્ટર તેમણે પકડાવ્યું હોવાનો અંદાજ રાખી તેના મનદુઃખમાં આ બંને શખ્સોએ તેમને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ અશ્વિને કડલું તેમના માથાના ભાગે મારી દેતા છ ટાંકા આવ્યા હતા. શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.