સાવરકુંડલામાં રહેતા પુષ્પાબેન હિંમતભાઈ બગડા (ઉ.વ.૪૩)એ અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેના પતિ બાઇક લઇને મહુવા રોડ ઉપર આવેલી ગીરધરવાવ સેન્ટ થોમસ સ્કૂલ પાસે પોતાની વાડીએ જતા હતા તે દરમિયાન મહુવા રોડ ઉપર આવેલ શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ કારખાના સામે પહોંચતા આશરે ૧૦-૧૫ માણસોનું ટોળું ઉભું હતું. જેથી તેમના પતિએ મોટર સાયકલ ઉભું રાખી કોઇ જાણીતું છે કે નહી તેમ પૂછપરછ કરી આગળ જતા હતા તે સમયે અજાણ્યા મોટર સાયકલ ચાલકે પાછળથી આવી ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.