સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ખાતે છેવાડાના વિસ્તારોના અને ઝૂંપડપટ્ટીમાં રહેતા વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોશી, ડો. સાલવી તથા ક્યુ.એમ.ઓ. ડો. આર.કે. જાટ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીના, અર્બન હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા રોગ વિશે ઝૂંપડપટ્ટીના બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તથા તમામ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.