હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ સમાજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જશ્ને ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમાજના સભ્યોએ શહેરના વિવિધ અન્નક્ષેત્રોમાં એક સમયનું ભોજન દાન કર્યું હતું. ગૌશાળાઓમાં દરેક ગાય દીઠ નાણાકીય સહાય આપવામાં આવી હતી અને વૃદ્ધાશ્રમમાં પણ એક સમયનું ભોજન દાન કરવામાં આવ્યું હતું. લલ્લુભાઈ શેઠ દવાખાનામાં પણ આર્થિક મદદ પહોંચાડવામાં આવી હતી. સમાજે માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓની સંસ્થા ‘માનવ મંદિર’માં પણ એક સમયનું ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં ગાયોને ચારો ખવડાવવામાં આવ્યો હતો.