સાવરકુંડલા શહેરમાં આજે સંતશિરોમણી પ.પૂ.જલારામ બાપાની રરર-મી જન્મજયંતિની સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પ્રાતઃકાળે પૂજા-અર્ચના આરતી વગેરે ધાર્મિક વિધિઓ સાથે આજે સવારે શહેરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં અબિલ ગુલાલની છોળો વચ્ચે રઘુવંશી સમાજ સહિત જલારામ બાપાના ભક્તોજનો ખુશીથી નાચતા જાવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં શોભાયાત્રાએ ભ્રમણ કરતા શહેરના ભક્તજનોએ શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાવરકુંડલા લોહાણા મહાજન અને લોહાણા સમાજની વિવિધ સેવા શાખાના રઘુવંશી અગ્રણીઓ પણ આ શોભાયાત્રામાં જાડાયા હતા.