સાવરકુંડલા નગરપાલિકામાં જમીન ફાળવણી અને વિકાસના પ્રશ્ને ભારે વિવાદ ચાલી રહ્યો છે. ૧૯૬૨માં લલ્લુભાઈ શેઠની આગેવાની હેઠળ અમરેલી કલેક્ટર દ્વારા ૪૯ બ્લોકની જમીન ફાળવવામાં આવી હતી. ૧૯૬૯માં નગરપાલિકાએ રજા ચિઠ્ઠી પણ આપેલી હતી, જેના પગલે લોકોએ પોતાના બ્લોકના બાંધકામ વધારી દીધા હતા. હવે, સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લઈને નગરપાલિકાને કાયદેસર કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો ઇમ્પેક્ટ ફી સ્વીકારતા નથી.
આ પ્રશ્ને ફ્રેન્ડ સોસાયટીના તમામ રહીશોએ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શિંગાળાની આગેવાની હેઠળ સાવરકુંડલાના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ, જો ઇમ્પેક્ટ ફી સ્વીકારવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા માટે તૈયાર હોવાની ચેતવણી આપવામાં આવી છે.