સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે પરિણીતાને સાસરીયાઓ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિણીતાના પિતાએ ચાર લોકો સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાવરકુંડલામાં રહેતા નનાભાઈ પુનાભાઈ ચારોલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેની દીકરી વિલાસના લગ્ન છાપરી ગામે થયા હતા પરંતુ લગ્નના થોડા સમયમાં જ પતિ મેઘા નનુ વાઘેલા વિલાસના ચારિત્ર બાબતે ખોટી શંકાઓ કરી તેને અવારનવાર ઢીકાપાટુનો માર મારી માનસિક ત્રાસ આપતો હોય તેમજ ચોથાભાઈ ભીમાભાઈ વાઘેલા, બહાદુરભાઈ ભીમાભાઈ વાઘેલા અને મનજી નનુ વાઘેલાએ અગાઉ નનાભાઈને ધાક-ધમકી આપેલ હોય જેથી શારીરિક અને માનસિક ત્રાસ વિલાસથી સહન નહી થતા સાસરીમાં જ ઝેરી દવા પી લેતા વિલાસનું મોત થયુ હતું જેથી નનુભાઈએ ચાર શખ્સો સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.






































