સાવરકુંડલાની આઝાદી પૂર્વેની ઐતિહાસિક સંસ્થા ‘કપોળ કન્યા છાત્રાલય’ ખાતે તાજેતરમાં વાર્ષિક મહોત્સવની અદભુત ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવ નારી શક્તિ, આધુનિક ટેકનોલોજી અને આત્મનિર્ભરતાનો ત્રિવેણી સંગમ સાબિત થયો હતો.ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બહારના વ્યાવસાયિકો પર નિર્ભર રહેવાને બદલે છાત્રાલયની ૧૨૦ દીકરીઓએ મંડપ સેટઅપ, સાઉન્ડ સિસ્ટમ, પ્રોફેશનલ કેમેરા ઓપરેશન અને બેનર્સ તૈયાર કરવા જેવા તમામ કામો જાતે સંભાળી આત્મનિર્ભરતાની અનોખી મિસાલ પૂરી પાડી હતી.અહીં દીકરીઓ સવારે ગૌસેવાથી દિવસની શરૂઆત કરે છે અને દિવસ દરમિયાન આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) તથા કોમ્પ્યુટરના ક્લાસ ભરે છે. ઉપરાંત, સીવણ અને સંગીતની વ્યાવસાયિક તાલીમ તેમજ ખજૂર-દૂધ જેવી પ્રોડક્ટ્સના વેચાણ થકી તેઓ ગ્રાહકલક્ષી વ્યવહારુ વેપારના પાઠ શીખી સફળ ઉદ્યોગસાહસિક બનવા તરફ ડગ માંડી રહી છે. આધુનિકતા સાથે કદમ મિલાવી રહેલી આ ‘ટેક્નો-સેવી’ દીકરીઓની બહુમુખી પ્રતિભા જોઈ વાલીઓ અને નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.







































