કડકડતી ઠંડીમાં ગરીબ અને જરૂરિયાતમંદોને રાહત આપવાનું સેવાકાર્ય સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પરિવારની દીકરી સ્વ. પ્રાચીબેન શેઠની પુણ્ય સ્મૃતિમાં આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોની ટીમે શહેરના છેવાડાના વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓમાં જઈને જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું.