સાવરકુંડલા શહેરના રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આજે વિશ્વ હિન્દુ મહાસંઘ અને નારી શક્તિ ઉત્થાન સશક્તિકરણ દ્વારા કોલકાતાની રેપ પીડિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરના વિવિધ સંગઠનો અને નાગરિકોએ ઉપસ્થિત રહી દીપ પ્રગટાવીને પીડિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. “મારા ઘરે પણ દીકરી છે” આ સ્લોગન હેઠળ, કોલકાતાની પીડિત દીકરી માટે આ વિશેષ કાર્યક્રમ ગત રાત્રે યોજાયો હતો. જેમા જેમા જાગૃત હિંદુ ધર્મ સેના, હિંદુ યુવા સંગઠન, ડોક્ટર એસોસિએશનના તબીબો, સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કર્મચારીઓ સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દીપ પ્રગટાવીને પીડિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી અને બે મિનિટનું મૌન પણ પાળ્યું. તબીબોના પ્રતિનિધિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ સમયે, મહિલાઓની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરવાની અને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરવામાં આવી. આ સાથે પ્રભુ ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના પણ કરવામાં આવી.