શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે. હાઈસ્કૂલમાં આજે દિગ્વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસ સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક ભાષણની યાદમાં ઉજવવામાં આવે છે. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના રાજ્ય સંયોજક કૌશલભાઈ દવે, ઝોન સંયોજક બ્રીજરાજસિંહ ગોહિલ અને અમરેલી જિલ્લા સંયોજક ચેતનભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ “સ્વામી વિવેકાનંદઃ યુગ પુરુષ” વિષય પર ઉદ્બોધન અને પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. શાળાના આચાર્ય ચેતનભાઈ ગુજરીયાએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન અને કાર્યોનો પરિચય આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે સ્વામીજીએ વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષક જયસિંહભાઈ સહિત અન્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.