સાવરકુંડલામાં રહેતા એક યુવકને કામ-ધંધો ન મળતાં માનસિક તણાવમાં આવી ગયો હતો. જેને લઈ પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યો હતો. જયંતિભાઈ પોપટભાઈ ચીભડીયા (ઉ.વ.૬૧)એ જાહેર કર્યા મુજબ, અશોકભાઈ જયંતિભાઈ ચીભડીયા (ઉ.વ.૩૪)ને થોડા સમયથી કામ ધંધો મળતો નહોતો. જેના કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો. જેથી ગળાફાંસો ખાતા મરણ પામ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.