ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત અમરેલી જીલ્લા કિસાન મોરચાના મહામંત્રી દિ૫કભાઇ માલાણી દ્વારા સાવરકુંડલા એ.પી.એમ.સી.ખાતે ધારાસભ્ય મહેશભાઇ કસવાળાની વિશેષ ઉ૫સ્થિતમાં સદસ્યતા નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ બંને મહાનુભાવો દ્વારા એ.પી.એમ.સી.ના ડિરેકટર કલ્પેશભાઇ ઠુંમ્મર, અશ્વિનભાઇ ઘડુક, હરેશભાઇ મશરૂ, વેપારી મહામંડળ પ્રમુખ સુરેશભાઇ ગજેરા, તરૂણભાઇ અકબરી, કેતનભાઇ રૂપારેલ, રાજેશભાઇ પટેલ, મનસુખભાઇ નાકરાણી સહિત વેપારીઓ, મજુરભાઇઓ, ખેડૂતભાઇઓની સદસ્યતા નોંધણી કરી સદસ્યતા અભિયાનને આગળ ધપાવ્યુ હતું, તેમ સોશ્યલ મીડિયાના કન્વીનર સતીષ મહેતાની યાદી જણાવે છે.