સાવકુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે સોમવારે “તકતી અનાવરણ”નો કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજમાં ૩૮ વર્ષ સુધી સેવાઓ પ્રદાન કર્યા બાદ વયનિવૃત્ત થયેલ રાજ્યશાસ્ત્રના પ્રોફેસર અને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ કે.કે. જાનીએ કોલેજને સોલાર રૂફટોપની કિંમતી ભેટ આપી હતી. આ માટે જાની પરિવાર દ્વારા રૂ. ૫.૫૧ લાખની માતબર રકમનું દાન મળેલ છે. આ અનુસંધાને કોલેજ કેમ્પસ ખાતે સ્મૃતિ સ્વરૂપે આ યોગદાનની તકતીનું અનાવરણ જાની પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું.