સાવરકુંડલાના વૈદકીય રાહત મંડળ સંચાલિત શેઠ શેરી ખાતેના સાર્વજનિક દવાખાનામાં રાહત દરે દાંતના રોગોની સારવાર કરવામાં આવી રહી છે. જયારે જૂના અને હઠીલા રોગોની સારવાર માટે દર મહિને એક દિવસ હોમિયોપેથિક કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં દર મહિને એક દિવસ રાજકોટથી હોમિયોપેથિક કન્સલ્ટન્ટ ડોક્ટર અમી પાંધી રાહત દરે સેવા પૂરી પાડે છે, આ હોમિયોપેથિક કેમ્પ આજે ૧૧-૧૨-૨૫ને ગુરુવારે યોજાશે. જેમાં જુના હઠીલા દર્દ, ચામડી, એલર્જીથી થતા, શ્વસનતંત્રના, માનસિક, મહિલાઓને લગતા દર્દો, એસિડિટી, કપાસી વગેરે દર્દોની આડઅસર રહિત અક્સીર સારવાર કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સાર્વજનિક દવાખાનાની યાદીમાં જણાવાયું છે.






































