સાવરકુંડલામાં રહેતા જનકભાઈ આલાભાઇ ખીમસુરીયા (ઉ.વ. ૩૦) એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારને તેમની સોસાયટીમાં રહેતા હેમાંશુભાઇ મનુભાઈ ખેતરીયા તેમના ફોનમાં રહેલ ભોગ બનનારના અશ્લીલ ફોટાઓ બતાવી ઉછીના પૈસાની માંગણી કરતા હતા. અગાઉ આપેલા પૈસા આજદિન સુધી ભોગબનનારને પરત કર્યા નહોતા. જેથી કંટાળીને ભોગબનનારે તેના ઘરમાં રહેલ માથાના દુઃખાવાની પેરાસીટામોલની આઠ ગોળીઓ પી’ લીધી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.