સાવરકુંડલા વીજકચેરી ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ અધિકારી સાથે બેઠક કરી વીજપ્રશ્નોનું નિરાકરણ લાવતાં ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે. સાવરકુંડલા પંથકના ગામડાઓમાં વીજપ્રશ્નને લઇ અનેક ફરિયાદો હોવાથી ગ્રામજનો અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યાં હતાં. ત્યારે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વીજ અધિકારીઓ સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજપ્રશ્ને લોકોને પડતી હાલાકી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વીજ અધિકારીઓએ વીજપ્રશ્ને ઘટતું કરવાની ખાતરી આપતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.