સાવરકુંડલા શહેરના હૃદયસમા અખેડા વિસ્તારમાં આવેલા પુલની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. આ પુલ પર કમર તૂટી જાય તેવા ખાડા અને બીજી બાજુ રખડતી ગાયોનું સામ્રાજ્ય નાગરિકો માટે જોખમરૂપ બન્યું છે. રોજના હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે, પરંતુ ખાડા અને ગાયોના ત્રાસથી વાહનચાલકોને જોખમ રહે છે. આ પુલની નજીકમાં એક શાળા છે, જ્યાં બાળકોને તેમના માતા-પિતા દરરોજ લઈ જવા-મૂકવા આવે છે. આવી દયનીય સ્થિતિમાં ગંભીર અકસ્માતનો ભય સતત રહે છે. પ્રશ્ન એ છે કે, જો કોઈ અકસ્માત થશે, તો તેની જવાબદારી કોણ લેશે? લોકો કહે છે કે, સ્થાનિક વહીવટી તંત્રને આગ્રહ કરીએ છીએ કે તાત્કાલિક આ પુલના ખાડા ભરવામાં આવે અને રખડતી ગાયોને નિયંત્રિત કરવામાં આવે.








































