અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઈસમો પર ભીંસ વધારી રહી છે. સાવરકુંડલામાં અમરેલી રોડ પર બાયપાસ પુલ નીચેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો ઝડપ્યો હતો. અરૂણભાઈ રાજુભાઈ મકવાણા (ઉ.વ.૨૮) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૪ બોટલો મળી કુલ ૫૩૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વંડા ગામે દેવીપૂજક વાસમાંથી ૧૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. મોટી કુંકાવાવ ગામેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. અહીંથી ૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો સહિત ૧૬૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો. જિલ્લામાંથી ૧૦ ઈસમો નશામાં વાહન ચલાવતાં પકડાયા હતા.