સાવરકુંડલા શહેરની બ્રાંચ શાળા નંબર ૫માં ૨૧ જાન્યુઆરીએ અમરેલી ફાયર સેફટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટીને સંબંધિત માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. અમરેલીના ફાયર સેફટી ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ શાળાના આચાર્ય અભિષેકભાઈ પંડયા અને સમગ્ર શાળા સ્ટાફની હાજરીમાં ધોરણ-૬, ૭ અને ૮ ના વિદ્યાર્થીઓને ફાયર સેફટી માટેના વિવિધ સાધનોની સમજ અને લાઇવ ડેમો આપવામાં આવ્યો હતો. જેમાં ફાયર એક્સ્ટીંગ્વીશર, ફાયર સેફટી હેલ્મેટ, ફાયર સેફટી સૂટ અને લાઇન હોઝ વગેરે જેવા સાધનોની માહિતી આપવામાં આવી હતી અને બાળકોને આગના બનાવો વખતે કેવી તકેદારી રાખવી માહિતગાર કરવામાં આવ્યા હતા.