નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી નિર્મ‌‌‍‌ળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર-ફાઉન્ડેશન જેઓ મૂળ સાવરકુંડલાના પણ હાલ મુંબઈ સ્થિત છે તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૨/૯/૨૪ના રોજ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થિની બહેનો માટે થેલેસેમિયા ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો, જેના ઉદ્દઘાટન પ્રસંગે સાવરકુંડલા ટાઉનના પી.એસ.આઇ પી. એલ. ચૌધરી, જયરાજસિંહ અને મેહુલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે બહેનોને થેલેસેમિયા ટેસ્ટ શા માટે જરૂરી છે તથા સમાજમાં બહેનોની સ્થિતિ કેવી રીતે વધુ મજબૂત થાય તે અંગે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું.