આજે સાવરકુંડલામાં આવેલી શૈક્ષણિક સંસ્થા “શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ શ્ શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ”માં એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને શ્રી નૂતન કેળવણી મંડળના સમગ્ર ટ્રસ્ટીગણે કોલેજની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડા. એસ.સી. રવિયા અને ટ્રસ્ટી વિનુભાઈ રાવલે ધારાસભ્ય અને અન્ય મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન શૈક્ષણિક વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે ચર્ચાઓ થઈ હતી.