સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર ૧ માં ધોરણ સાતના વિદ્યાર્થીઓને દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત દાતા ભરતભાઈ દેસાઈ દ્વારા ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં એસએમસી સભ્યો અને વાલીઓ અને દીપશાલા કોર્ડીનેટર વિનોદભાઈ વિંઝુડા અને દીપશાળાના આઇટી કિશોરભાઈ પરમાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટેબલેટ આપવાનો હેતુ સમજાવી ડિજિટલ માધ્યમ દ્વારા બાળકો શાળામાં અને ઘરે અભ્યાસ કરી શકે તે માટે ટેબલેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વાલીઓ અને એસએમસી સભ્યો, આચાર્યા ભૂમિકાબેન મહેતા અને શિક્ષક હિતેશભાઈ જોષી અને તમામ શિક્ષક સ્ટાફ દ્વારા દાતા ભરતભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








































