સાવરકુંડલામાં રહેતા મિનાઝબેન ભીખુભાઈ કુરેશી (ઉ.વ.૩૪)એ ભાવનગરમાં રહેતા પતિ આસીફભાઈ હનિફભાઇ ચૌહાણ, સાસુ જુબેદાબેન હનીફભાઈ ચૌહાણ, સસરા હનિફભાઈ બાવદિનભાઈ ચૌહાણ, નણંદ અફસાનાબેન અસ્લમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી પતિ તેમને અવારનવાર ઢોરમાર મારી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. અન્ય આરોપીઓ ચડામણી કરતાં પતિ માર મારતો હતો. થોડા દિવસ પહેલા પતિએ વોટ્‌સએપમાં તલાક તલાક તલાક કહ્યું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.