સાવરકુંડલા તાલુકાની થોરડી ગામની લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલયમાં બુધવારે શાળાકીય શૈક્ષણિક મંત્રીમંડળ ૨૦૨૫-૨૬ માટેની ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી, સફાઈમંત્રી, આરોગ્યમંત્રી, પ્રાર્થનામંત્રી, શિક્ષણમંત્રી, રમતગમત મંત્રી, પ્રવાસ મંત્રી જેવા પદ માટે ચૂંટણી થઇ હતી. વિદ્યાર્થી ભાઈઓ માટેનું સમગ્ર મંત્રીમંડળ સમરસ જાહેર થયું હતું, જયારે વિદ્યાર્થિની બહેનોના મંત્રીમંડળ માટે ચૂંટણી થઇ હતી. જેમાં લોકશાહી પ્રણાલી મુજબ તમામ વિદ્યાર્થિનીઓએ મતાધિકારનો ઉપયોગ કરી શાળાકીય પ્રતિનિધિની પસંદગી કરી હતી. આ ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે આરતીબેન જોષી, કૃષ્ણાબેન જાદવ અને દિપુભાઈ ભૂંકણે ફરજ નિભાવી હતી.