સાવરકુંડલાના વી.ડી.કાણકિયા આટ્ર્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોલેજ ઈ.સ.૧૯૭૧મા સ્થપવામાં આવી હતી. આ કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા એડમિશન લીધેલા આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.