સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આટ્‌ર્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા જાગૃતિ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કોલેજના પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે સંક્ષિપ્તમાં સચોટ માહિતી આપી હતી. રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા થેલેસેમિયા શું છે? થેલેસેમિયા ટેસ્ટ શા માટે જરૂરી છે? તે બાબતે ઉદાહરણ સહિત સચોટ માર્ગદર્શન આપ્યું હતું.