સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓએ મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં જ્વલંત સિદ્ધિ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધાના પરિણામો મુજબ, ધારા ચુડાસમાએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને રૂ.૧૦,૦૦૦નું ઇનામ જીત્યું હતું, જ્યારે ફેરદોશ અજમેરીએ વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રૂ.૭,૦૦૦નું ઇનામ મેળવ્યું હતું. આ વિદ્યાર્થિનીઓની સિદ્ધિ બદલ શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા, સુપરવાઈઝર નીતાબેન ત્રિવેદી અને સમગ્ર શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત, નૂતન કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા અને મેનેજિંગ ટ્રસ્ટીએ પણ વિજેતા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.









































