કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’ જેમાં સાવરકુંડલાના બાળકે માત્ર ૧૧ વર્ષની ઉંમરે ગણિત સ્પર્ધામાં સુંદર દેખાવ કરી પરિવારનું નામ રોશન કર્યુ છે. સાવરકુંડલામાં રહેતા ૧૧ વર્ષીય બાળક ધૈર્ય ગૌરાંગભાઈ વ્યાસે ગણિતની સ્પર્ધામાં પેન, કાગળ, પેપર, કેલ્યુલેટર વિના ર૦૦ જટીલ કોયડા ઉકેલી નાખ્યા હતા. યુસીમાસની સ્ટેટ લેવલની અબેક્સ અને માનસિક ગણિત સ્પર્ધામાં ગુજરાતમાંથી ૩૦૦૦થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધૈર્યએ પાંચમા રનર અપ તરીકે સ્થાન મેળવતા બાળક પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.









































